Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કપડવંજ-ડાકોર રોડ પર નંદનવન સોસાયટીમાં ઉભરાતી ગટર બાબતે ફરિયાદ કરવા છતાં ઉકેલ ન આવતા લોકોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

કપડવંજ : કપડવંજ  ડાકોર રોડ ઉપર આવેલ નંદનવન સોસાયટીના રહીશો ની ફરીયાદ માં જણાવ્યા અનુસાર મેઇન ગટર લાઇન કોમન પ્લોટમાં આવેલ ગટર ત્રણ ચાર માસથી ઉમેરાયેલ છે આ બાબતે કપડવંજ નગરપાલિકા માં ૧૮થી ૨૦ વખત ફરિયાદ બુક માં નોંધાવેલ છે છતાંય આ ફરીયાદ ઉકેલ લાવવામાં આવેલ નથી.

આ રોડ ઉપર આવેલ તમામ સોસાયટીઓ પૈકી ઉમિયા નગર સોસાયટી, નવદીપ સોસાયટી, યોગીનગર સોસાયટી,હરિકુજ સોસાયટી વિગેરે સોસાયટીઓની ફરિયાદ નો ઉકેલ આવતો હોય તો અમારી સોસાયટી કેમ ઉકેલ નથી આવતો તેવો આક્ષેપ નગરપાલિકા ઉપર કરવામાં આવ્યો છે ઉપરાંત અમારી સોસાયટીમાં ગટર નું પાણી સોસાયટી ના પીવાના પાણીના કુવામાં જાયછે જે પીવાનું પાણી દુષિત કરે છે જે કુવાનું પાણી સોસાયટી ના રહીશો જે પાણી પીવાના ઉપયોગમાં લેવાય છે જેના કારણે નંદનવન સોસાયટીના રહીશો નો પાણી જન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત ફેલાઈ છે વારંવાર નગરપાલિકા રજૂઆતો કરવા છતાં ઉકેલ લાવવામાં ન આવ્યો હોય ના છુટકે તાલુકા આરોગ્ય અધિકારી, જીલ્લા આરોગ્ય અધિકારી, ગુજરાત આરોગ્ય સચિવ, ગાંધીનગર આરોગ્ય મંત્રી ને ફરીયાદ કરવામાં આવી છે ને લેખીતમાં જણાવ્યું છે વહેલી તકે યોગ્ય નિકાલ નહી કરવામાં આવે  ને રોગચાળો ફેલાશે તો નગરપાલિકા ની જવાબદારી રહેશે તેમ જણાવવામાં આવ્યું છે ઉપરાંત રહીશો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે ચુંટણી નો બહિષ્કાર કરવા ની ચેતવણી ઉચ્ચારી હતી તેમજ નગરપાલિકા સામે ધરણાં પર બેસી ને જલદ કાર્યક્રમો કરવામાં આવશે તેવો આક્રોશ સાથે વ્યક્ત કર્યો હતો

(6:14 pm IST)