Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

BTP દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરવામાં આવી: આ યાદીમાં પિતાની સીટ પરથી પુત્રને ઉમેદવારી કરવવામાં આવનાર હોવાનું સામે આવ્યું


ઝગડીયા સીટ પરથી હવે છોટુભાઇ વસાવાનો પુત્ર મહેશ છોટુભાઇ વસાવા ઉમેદવારી કરશે
Photo: BTP
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું એલાન થઇ ગયું છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરવાના કામમાં લાગ્યો છે. આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પિતાની સીટ પરથી પુત્રને ઉમેદવારી કરવવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. જેડીયુ સાથેના ગઠબંધનને લઇને પિતા-પુત્ર સામ સામે આવી ગયા છે. ત્યારે હવે આ પાર્ટીમાં આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. તાજેતરમાં જ પાર્ટી દ્વારા 12 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
ઝડડીયા સીટ પરથી હાલ બીટીપીના છોટુભાઇ વસાવા ચૂંટાયેલા છે. યાદી પ્રમાણે ઝગડીયા સીટ પરથી હવે છોટુભાઇ વસાવાનો પુત્ર મહેશ છોટુભાઇ વસાવા ઉમેદવારી કરશે.

(5:46 pm IST)