Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

આપણા સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી જલ્દી મોકલો

ભાજપ કર્ણાવતી મહાનગરના નામે યાદી સોશ્યલ મિડીયામાં વાયરલ : જો કે આ વાયરલ પત્ર ખોટો હોવાની સ્પષ્ટતા ભાજપે કરી છે

અમદાવાદ,તા.૯ : ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના નામ અને ભાજપના લોકો ધરાવતી એક યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. આ યાદી ચૂંટણી વ્યવસ્થા માટે ઉપયોગી હોવાના મથાળા હેઠળ બનાવવામાં આવી છે. યાદમાં ૧૮ પૈકી ૧૭ મુદ્દાઓ સામાન્ય ચૂંટણી સંબંધિત જણાય છે. પરંતુ એક મુદ્દામાં લખવામાં આવ્યું છે કે, આપણા સમર્થક ના હોય તેવા બુટલેગરોની યાદી બનાવી જલ્દી મોકલવી. જેને લઇને સોશિયલ મીડિયા પર માહોલ ભારે ગરમાયો છે. જો કે, યાદી બનાવ્યાની કોઇ તારીખ લખવામાં આવી નથી, અથવા યાદીમાં કોઇ જવાબદાર હોદ્દેદારની સહિ નથી. જેના પરથી આ યાદી પ્રાથમિક રૃપે બનાવટી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

 ગુજરાતમાં ચૂંટણી માથે છે. સત્તાપક્ષ ભાજપને આમ આદમી પાર્ટી ભારે ટક્કર આપી રહી છે. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની જગ્યા આમ આદમી પાર્ટીએ લઇ લીધી હોવાનું લોકો અનુભવી રહ્યા છે. જો કે, ચૂંટણી જીતવા માટે તમામ પક્ષોએ પોતપોતાના ્પ્રયાસો તેજ કરી દીધા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના નામે એક પત્ર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. વાયરલ પત્રમાં ચૂંટણી વ્યવસ્થા માટે ઉપયોગી મહત્વના મુદ્દાઓ લખવામાં આવ્યા છે. યાદીમાં ૧૮ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ૧૭ મુદ્દાઓ તો સામાન્ય લાગે છે. પણ એક મુદ્દો એવો છે કે જે સૌ કોઇનું ધ્યાન ખેંચી રહ્યો છે. તે મુદ્દામાં લખવામાં આવ્યું છે કે, આપણા સમર્થક ના હોય તેવા બુટલેગરોની યાદી બનાવી જલ્દી મોકલવી. જેને કારણે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. શું ભાજપ ચૂંટણી જીતવા બુટલેગરોનો સહારો લેશે તેવા અનેક અણિયારા પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. તો બીજી તરફ આ યાદીમાં તારીખ અને જેની મંજૂરીથી બનાવવામાં આવી હોય તેનો કોઇ ઉલ્લેખ નથી. જેને કારણે પ્રાથમિક રીતે આ યાદી બનાવટી હોવાની પ્રબળ શક્યતાઓ છે. વિવાદીત સિવાયના તમામ મુદ્દાઓમાં વિવિધ સમિતી, રેલી, સભા, વોટર્સનો સંપર્ક, અસંતુષ્ટોની યાદી બનાવવી સહિતના કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા કન્વિનર ઝુબીન આશરાએ આ મામલે ષ્ર્ીદ્દણૂત્ર્ઞ્યસ્ત્ર્ર્ીર્શ્વીદ્દ.ણૂંૃ સાથે વાત કરતા જણાવ્યું કે, આ યાદી ફોટો શોપમાં કરામત કરીને તૈયાર કરવામાં આવી છે. આ અંગે અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી રહ્યા છે. જે કોઇ તત્વો દ્વારા આવા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમને છોડવામાં નહિ આવે. જોકે, આ વાયરલ પત્ર ખોટો હોવાની ભાજપે સ્પષ્ટા કરી છે.

(3:59 pm IST)