Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

મધુ શ્રીવાસ્‍તવે કહ્યું હું જ ચૂંટણી લડીશ અને જીતીશ

૫ત્‍ની ચૂંટણી લડશે તેવુ મજાકમાં કહેલ

અમદાવાદ : વાઘોડિયાના ભાજપના ધારાસભ્‍ય મધુ શ્રીવાસ્‍તવનું નિવેદન હું ચૂંટણી નથી લડવાનો મારી પત્‍ની ચૂંટણી લડશે અંતે ખુલાસો કરતાં જણાવ્‍યું મજાકમાં બોલ્‍યો હતો.

ચૂંટણી હું જ લડવાનો છું અને જીતવાનો છું પોતાના જ નિવેદન બાદ શ્રીવાસ્‍તવે ખુલાસો કર્યો કહ્યું, પત્‍ની બાજુમાં ઉભી હતી એટલે મજાક કરેલી હું ભાજપમાં છુ અને રહીશ.

(3:32 pm IST)