Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

તાલાલાના કોંગ્રેસના ધારાસભ્‍ય ભગાભાઇ બારડે વિધાનસભા અધ્‍યક્ષ ડો. નિમાબેન આચાર્યને ધારાસભ્‍યપદેથી રાજીનામુ આપ્‍યું: ભાજપમાં જોડાયા

તાલાલા મત વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍ય ભગાભાઇ બારડએ આજ રોજ વિધાનસભા અધ્‍યક્ષ ડો. નિમાબેન આચાર્યના નિવાસસ્‍થાને ગાંધીનગર ખાતે જઇને ધારાસભ્‍યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્‍વીકાર કર્યો છે. ત્‍યારબાદ ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા હતાં. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

 

(4:07 pm IST)