Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સુરતમાં ઓનલાઈન શુદ્ધ ઘી વેચવાના આડમાં નકલી ઘીનો કાળો કારોબાર : લાખોના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

ઓનલાઈન સાઈટ પર બ્રાન્ડેડ કંપનીનું નામ આપી ડુપ્લીકેટ ઘીના વેચાણનો પર્દાફાશ: કીમ પોલીસે કુડસદ ગામે તબેલાની આડમાં બનાવટી ઘી બનાવતી ફેકટરી ઝડપી: ઘીમાં પામોલીન તેલનું ભેળસેળ કરીને કામધેનુ શુદ્ધ ઘીના નામથી પેકિંગ કરીને વેચાણ થતું હતું

સુરતામાં ઓનલાઈન સાઈટ પર બ્રાન્ડેડ કંપનીનું નામ આપી ડુપ્લીકેટ ઘીના વેચાણનો પર્દાફાશ થયો છે,કિમ પોલીસે કુડસદ ગામે તબેલાની આડમાં બનાવટી ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડી છે,  બનાવતી ઘીમાં પામોલીન તેલનું ભેળસેળ કરીને કામધેનુ શુદ્ધ ઘીના નામથી પેકિંગ કરીને વેચાણ થતું હતું. જેનો પર્દાફાશ કરી પોલીસે 14.37 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

. પોલીસે તબેલાની આડ ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરીને ઝડપી પાડી છે. કીમ પોલીસ મથકના પીએસઆઈ જે.એસ. રાજપૂતની ટીમને બાતમી મળી હતી કે, કુડસદ ગામની સીમમાં ભાથીજી મંદિરની સામે આવેલ જગ્યામાં મેહુલ ગોપાળભાઈ પટેલ નામનો ઇસમ તબેલાની આડમાં બનાવેલ ફેકટરીમાં બનાવતી ઘી બનાવી તેનું પેકિંગ કરી વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમી આધારે કીમ પોલીસે રેડ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને જાણ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ફેક્ટરીનો માલિક મેહુલ પટેલ માર્કેટમાંથી જથ્થાબંધ વનસ્પતિ ઘી તૈયાર લાવતો હતો. અને તે વનસ્પતિ ઘીમાં પોતાની ગૌ શાળામાં બનતા માખણમાંથી તૈયાર થયેલ ઘી અને તેની સાથે પામોલીન તેલ ઉમેરતો હતો. બાદમાં ઘી ચોખ્ખું દેખાઈ તે માટે કલર ઉમેરી તેને ગરમ કરી પ્લાસ્ટિકનાં ડબ્બામાં પેક કરતો હતો. ડબ્બા પર કામધેનુ ડેરી ફાર્મ શુદ્ધ દેશી ઘીના સ્ટીકરનું પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતો હતો. ખાસ આરોપી દ્વારા ડુપ્લીકેટ વસ્તુના વેચાણ માટે ઓનલાઇન સાઈટનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. જીઓ માર્ટ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી સાઈટ પર આ પ્રોડક્ટનું વેચાણ કરતો હતો.

(12:53 am IST)