Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

અભિનેતા કાર્તિક આર્યને અમદાવાદના રસ્તાઓ પર કાર રાઈડની મજા માણી: શેયર કર્યો વીડિયો

કારમાં તેની કો-સ્ટાર કિયારા અડવાણી આગળની સીટમાં જોવા મળી

અમદાવાદ : અભિનેતા કાર્તિક આર્યન હાલમાં ગુજરાતના અમદાવાદમાં પોતાની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ની શૂટિંગ માટે આવ્યો છે. તેની સાથે બોલિવૂડના અનેક સ્ટાર પર આ શૂટિંગમાં જોડાયા છે. તેમની શૂટિંગ દરમિયાનના અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અમદાવાદના લોકો પોતાના મનગમતા બોલિવૂડ સ્ટારને પોતાના શહેરમાં જોઈ દંગ રહી ગયા છે. તેઓ તેમની સાથે સેલ્ફી પડવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મની શૂટિંગ માટે કિયારા અડવાણી પણ અમદાવાદમાં જોવા મળી છે.

  કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે અમદાવાદના રસ્તાઓ પર કાર રાઈડની મજા માણતો દેખાય છે. આ કારમાં તેની કો-સ્ટાર કિયારા અડવાણી આગળની સીટમાં જોવા મળી હતી. સાથે સાથે કાર્તિક આર્યને અમદાવાદ માટે એક વાત પણ કહી છે. જેને સાંભળી અમદાવાદીઓ ખુબ ખુશ થયા છે.

  કાર્તિક આર્યને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેયર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યુ છે કે, .આ વીડિયોમાં જોઈ શકાય છે કે કિયારા અડવાણી અને અન્ય ક્રૂ મેમ્બર પણ કાર્તિકની કારમાં બેસી કાર રાઈડનો આનંદ માણી રહ્યા છે. કાર્તિક આર્યન જોરદાર સ્ટાઈલમાં કાર ચલાવી કિયારા અને અન્ય લોકોને કાર રાઈડનો બેસ્ટ અનુભવ કરાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

(11:54 pm IST)