Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

વડોદરા જેલમાંથી 16 વર્ષથી જામીન પરથી ફરાર ખુનના કેદીને તાપીથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે,પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ તથા હાલમાં ડી.જી.પી. ગુ.રા.ગાંધીનગરનાઓએ રાજ્યની જેલોમાંથી ફરાર કેદીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવા ડ્રાઇવનું આયોજન કરેલ જે ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ જેલમાંથી ફરારી કેદીઓને પકડી પકડવાની સુચના અને માર્ગદશન મુજબ જે.બી. ખાંભલા,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓ જેલ માંથી ફરાર કેદીઓની તપાસમાં હતા

  દરમ્યાન માહીતી મળેલ કે, ડેડીયાપાડા પો.સ્ટે.નાં ખૂનના ગુનામાં  ભીમસીંગ સામાભાઈ વસાવા રહે. ખોડાઆંબા તા.ડેડીયાપાડા જી.નર્મદાને દોષીત જાહેર કરી સજા કરવામાં આવેલ અને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવવા માટે રાખવામાં આવ્યો હતો. આ કેદીએ વચગાળાના જામીન રજા ઉપર મુક્ત કરયા બાદ તા.૨૯/૧૨/૨૦૦૬ ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર નહી થઈ એ ફરાર થેઈ ગયા બાદ તપાસ કરતા આ ફરાર કેદી તાપી જીલ્લા વિસ્તારમાં રહેતો હોવાની બાતમીનાં આધારે એલ.સી. બી. ટીમના (૧) એ.એસ.આઇ. ભંગાભાઇ ગોવિંદભાઇ (૨) એ.એસ.આઇ. ભરતભાઇ સુરાભાઇ (૩) અ.હે.કો. અશોકભાઇ ભગુભાઇ (૪) અ.હે.કો. વિજયભાઇ અશોકભાઇ નાઓએ તાપી જીલ્લા વિસ્તારમાં મોકલી ભીમસીંગ વસાવાને ઝડપી ડોદરા મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે .

(10:18 pm IST)