Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

' હું ખુશ છું...',ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા લોન્ચ કરાયું નવું અભિયાન

ભાજપે હેપ્પીનેસ કેમ્પેઈન શરૂ કર્યું :ભાજપની કેન્દ્રીય નેતાગીરીની બેઠકમાં આ અભિયાનને મંજૂરી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે હેપ્પીનેસ કેમ્પેઈન શરૂ કર્યું છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીની બેઠકમાં આ અભિયાનને મંજૂરી આપવામાં આવી હતી. આ અભિયાનમાં સામાન્ય ગુજરાતીઓની લાગણી ઉમેરી શકાય તે રીતે આ અભિયાનની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત સરકારે 20 વર્ષ દરમિયાન જે યોજનાઓ અને સિદ્ધિઓ હાંસલ કરી છે અથવા ગુજરાતની ઓળખ દેશભરમાં બનાવી છે, તે ઓળખ ઉભી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કરવામાં આવનાર પ્રચારના મુખ્ય ચાર વિષયો અત્યાર સુધી સામે આવ્યા છે.

'હું ખુશ છું...' કે ગુજરાતમાં નર્મદાનું પાણી છેલ્લા ખૂણે પહોંચી રહ્યું છે

'હું ખુશ છું કે હું ગુજરાતમાં સુરક્ષિત છું'

'હું ખુશ છું કે ગુજરાતમાં પ્રગતિ થઈ છે તેનો મને આનંદ છે'

'હું ખુશ છું કે ગુજરાતમાં વેપાર છે'

(10:17 pm IST)