Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ગામકુવા ગામના ખેતરમાં યુવાન ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજપીપળા સિવિલમાં દાખલ કરાયો

(ભરત શાહ દ્વારા) :રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ગામકુવા ગામના ખેતરમાં એક યુવાને કોઈક કારણોસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કરતા તેને સારવાર માટે રાજપીપળા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો

મળતી માહિતી મુજબ અનિલ રમેશભાઈ વસાવા રહે. ગામકુવા નાઓએ કોઈક અગમ્ય કારણોસર ગામકુવા ગામના ખેતરમાં જઈને કોઈક ઝેરી દવા પી લીધા બાદ પરિવારજનો ને આ બાબતની જાણ થતાંજ તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લાવવામાં આવ્યો હતો સિવિલનાં ફરજ પરના તબીબે આ બાબતે આમલેથા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:16 pm IST)