Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ઢોલાર ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત માં 3 ને ઇજા અને બંને ગાડીને નુકશાન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામ પાસે બે કાર વચ્ચે થયેલા અકસ્મતમાં ત્રણને ઇજા થઇ હતી અને બંને કારને નુકશાન થતાં ગુનો દાખલ થયો છે

 પ્રાપ્ત માહિતી અનુસાર રાકેશભાઇ બાબરભાઇ તડવી) રહે.નસવાડી જ્ઞાનદીપ સોસાયટી ઘ.ન.૧૨૭ તા.નસવાડી જી.છોટાઉદેપુર) નાઓની ફરિયાદ મુજબ સોમાભાઇ માધવભાઇ વસાવા ઉ.33 રહે ઢોલાર તા.નાંદોદ જી.નર્મદાએ પોતાના કબ્જાની ઇકો ગાડી નં GJ-22- 8524 પુરઝડપે ચલાવી લાવી તેમની સ્વીફટ ડીઝાઈર ગાડી નં.GJ-34-B-6023 ની સાથે એકસીડન્ટ કરી નયનાબેન,દિયાંગબેન અને પ્રાંજલબેનને નાની મોટી સાધારણ ઇજાઓ પહોંચાડી ગાડીને નુકશાન કરતા રાજપીપળા પોલીસે સોમાભાઈ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે.

(10:13 pm IST)