Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજપીપળા APMC પાસે પંચ વડે માર મારી ઇજા કરવાની ઘટના માં SRP જવાન સામે પણ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એ.પી.એમ.સી પાસે બે મિત્રો વચ્ચે નજીવી બાબતે ઝગડો થતાં પંચ મારી ઈજાઓ કરતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી જેમાં એક એસ.આર.પી.જવાન હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર ભાસ્કરભાઈ વિજયભાઈ વસાવા (રહે.નવા ધાભા ફળિયા,રાજપીપળા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમણે અજયભાઇ વસાવા (રહે-રેલ્વે ફાટક પાસે રાજપીપલા) ને જણાવ્યું કે મારા ગેસના બોટલ નાં પૈસા કેમ આપતો નથી તેમ કહેતા એ ગાળો બોલવા લાગતા ભાસ્કરે ગાળો બોલવાની ના પાડતાં જીગર વસાવા ઉર્ફે જીગો નટવરભાઈ વસાવા( રહે વિશ્વકર્મા મંદિર પાસે રાજપીપલા) જે એસ. આર.પી.ગ્રુપ 18 માં કેવડીયા ખાતે કોન્સ્ટેબલ માં ફરજ બજાવે છે  અને વિપુલભાઇ બળવંતભાઇ વસાવા( રહે ટેકરાફળીયા એકલવ્ય સોસાયટી રાજપીપલા )નાઓએ તેને પકડી રાખી અને અજયે ભાસ્કરને પંચ વડે મારી ઇજા કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો હતો.

(10:12 pm IST)