Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

JDU સાથે ગઠબંધન બાબતે પિતા પુત્ર સામસામે : છોટુભાઈ વસાવાએ ગઠબંધનની જાહેરાત કરી જયારે રાષ્ટ્રીય પ્રમુખ મહેશ વસાવાને આ બાબતની ખબર નથી

ગુજરાત રાજ્યની ચૂંટણીમાં ગઠબંધન બાબતે પહેલી વાર પિતા પુત્રનો સામસામે આવતા મામલો ગરમાયો

Alternative text - include a link to the PDF!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલા બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધ થયું અને  લાગ્યું કે આ સંગઠન પરિવર્તન લાવવામાં મોટો રોલ ભજવશે પરંતુ છોટુભાઈ વસાવા એ આપ સાથે છેડો ફાડીને ભાજપ ની બી ટીમ ગણાવી, બાદમાં કોંગ્રેસ સાથે ગઠબંધ ની વાત ચાલી હવે ગુજરાત વિધાન સભાની ચૂંટણી માં JDU એ એન્ટ્રી મારી અને  BTPના ચંદેરીયા ખાતેના કાર્યાલય પરથી છોટુભાઈ વસાવાએ જાહેરાત કરી હતી. JDUના પ્રદેશ અધ્યક્ષ વિશ્વજીતસિંહ પોતાના ડેલીગેશન સાથે છોટુભાઈ વસાવા ને મળ્યા અને BTP ના પ્રદેશ અધ્યક્ષ રમેશભાઈ વસાવા સાથે જરૂરી ચર્ચા કરી. પરંતુ BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા ને જાણ ના કરી કે કોઈ સહમતી ના લીધી એટેલ મહેશ વસાવા રોષે ભરાયા અને ગઠબંધનને નકારી દીધું હવે શું આ ગઠબંધ થાય છે કે BPT એકલા હાથે ચૂંટણી લડે છે, ડેડીયાપાડા પરથી અને ઝગડિયાથી કોણ લડે છે એ પણ જોવું રહ્યું.


આ ગઠબંધ ની જાહેરાત થતા ની સાથેજ આ ગઠબંધ થી અજાણ એવા BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને છોટુભાઈ વસાવા ના પુત્ર મહેશભાઈ વસાવા એ આ વાતનું ખડંન કરી દીધું કે અમે કોઈ ગઠબંધ કર્યું નથી અને જો છોટુભાઈ વસાવા એ આવી જાહેરાત કરી હોય તો તે તેમની અંગત બાબત હશે. હવે સામે ચૂંટણીના મતદાન ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પિતા પુત્ર સામસામે આવી જતા JDU પણ ગુંચવાઈ છે. હવે આ ગઠબંધ થશે કે કેમ એક પ્રશ્ન બની ગયો છે. જોકે બંને પિતા પુત્ર એક સાથે બેસીને વાત કરી જેડીયુ સાથે ગઠબંધ કરી કેવી રણનીતિ થી ચૂંટણી લડવી એ બાબતે નક્કી કરશે પરંતુ આ ગઠબંધ બાબતે બંને સામસામે આવી જતા રાજકારણ ગરમાયુ છે.
જોકે પહેલા આપ સાથે ગઠબંધન કરી તોડ્યું અને JDU નો સાથે જોડાયા એ બાબતે રમુજી સ્ટાઈલમાં છોટુભાઈ વસાવા જણાવ્યું હતું કે એક છોકરો છોકરી વચ્ચે પ્રેમ થયો અને સાથે ફર્યા ના બન્યું તો  છુટા પડ્યા એમાં શું વળી જેની સાથે ફાવે એની સાથે રહેવાનું  કહી જનતાદલ અમારા જુના સાથી છે.અને જૂના સાથી સાથે મળી ને અમે ચૂંટણી લડીશું ની વાત કરી હતી.
જ્યારે આ બાબતે વિશ્વજીતસિંહ JDU પ્રદેશ અધ્યક્ષ સિંઘે જણાવ્યું હતું કે છોટુભાઈ વસાવા અમારા જુના સાથી છે. BTP ના  સ્થાપક છે પ્રદેશ અધ્યક્ષ છે આ બે સાથ વાત થઇ છે એટલે અમારું ગઠબંધન નક્કી થઇ ગયું છે હા મહેશભાઈ ને નથી ખબર  એ બાબત ની વાત કરી ને ગઠબંધન હોવાની વાત કરી હતી જોકે મહેશભાઈ વસાવા મારી સાથે કોઈ વાત નથી થઇ કહી ગઠબંધ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.  ગઠબંધ કરશે કે કેમ એવાત હજુ એક પ્રશ્ન બની છે. જો થશે તો ફરી જાહેરાત થશે. પરંતુ હાલ BTP એ 12 નામોની જાહેરાત કરી છે વધુ એક યાદી તૈયાર કરી રહયા છે

(10:11 pm IST)