Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

હિંમતનગરના કોંગ્રેસ ઉમેદવાર કમલેશ પટેલનો ઠાકોર સમાજ બાદ અન્ય સમાજોમાં પણ વિરોધ

હોટલમાં આશરે 700 થી વધુ તમામ સમાજના મતદારો અને જાગૃત નાગરિકો એકત્રિત થયા: ઉમેદવાર બદલવા માંગણી

અમદાવાદ :  હિંમતનગર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ ઉમેદવારના વિરોધમાં અન્ય સમાજની ચિંતન સંવાદ બેઠક યોજાઇ હતી. હિંમતનગર વિજાપુર હાઇવે પર આવેલી હોટલમાં આશરે 700 થી વધુ તમામ સમાજના મતદારો અને જાગૃત નાગરિકો એકત્રિત થયા હતા. આ પ્રસંગે ઉતર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા પ્રમુખ અભિજિતસિંહ બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હિંમતનગર વિધાનસભાના ઉમેદવારને બદલવાની માગ કરાઈ હતી.

  હિંમતનગરમાં કમલેશ પટેલનું નામ જાહેર કરાયા બાદ ક્ષત્રિય ઠાકોર સમાજ, લઘુમતી સમાજ, દલિત સમાજ સહિતના સમાજો એક મંચ પર આવ્યા. હિંમતનગર વિધાનસભામાં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો વધારે હોવાથી ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ અપાય તેવી માંગ કરાઇ હતી.. જો ઉમેદવાર નહીં બદલાય તો આગામી સમયમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ઘેરાવ કરવા સુધીની પણ ચીમકી અપાઇ હતી.

(9:20 pm IST)