Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

છોટાઉદેપુર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને જઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું

વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો

છોટાઉદેપુર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આજ રોજ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને  ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે.

વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

(9:09 pm IST)