Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને કોર ગ્રુપની બેઠક : ઉમેદવારોના આખરી નામ પર મનોમંથન

બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગુજરાત સંગઠન મહામંત્રી રત્નાકર, મનસુખભાઇ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા હાજર

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારની યાદી જાહેર કરવા માટે કવાયત હાથ ધરી છે. હાલમાં દિલ્હીમાં ગુજરાત ચૂંટણીની 182 ઉમેદવાર માટે મંથન બેઠક ચાલી રહી છે. દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નિવાસસ્થાને કોર ગ્રુપની બેઠક ચાલી રહી છે. જેમાં ગુજરાત વિધાનસભાના ઉમેદવારોના આખરી નામ પર મંથન ચાલી રહ્યું છે.
બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગુજરાત સંગઠન મહામંત્રી રત્નાકર, મનસુખભાઇ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા હાજર છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસએ ચૂંટણી માટે 43 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે, જયારે આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારનાનામ જાહેર કર્યા છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે દિલ્હીમાં કોર ગ્રુપની બેઠક ચાલી રહી છે. અંતિમ નામો ફાઇનલ થઇ રહ્યા છે. નોંધનીય છે કે હાલ 50 નામોની ચર્ચા ચાલી રહી છે, પણ જ્યા સુધી ભાજપ સત્તાવર રીતે યાદી જાહેર ન કરે ત્યાં સુધી કશં કહી શકાય તેમ નથી.

ગુજરાતમાં 1 અને 5 ડિસેમબરના રોજ ચૂંટણી યોજાવવાની છે અને પરિણામ હિમાચલ પ્રદેશના સાથે એટલે કે 8 ડિસેમ્બરે જાહેર થશે. હાલ તો ઉમેદવારની યાદી માટે દિલ્હીમાં મંથન બેઠક ચાલી રહી છે.

(9:02 pm IST)