Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સુરતમાં 7 દિવસની અંદર ટ્રાફિક પોલીસોએ તપાસ અભિયાન હાથ ધરી 20528 વાહન ચાલકોને 84.27 લાખનો દંડ ફટકાર્યો

સુરત: શહેરમાં સુધારેલો મોટર વ્હીકલ એક્ટ અમલી કરાયા બાદ વાહન ચલાવતી વેળા જરુરી નિયમોનું પાલન નહી કરવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા સઘન તપાસ અને દંડ વસુલાત કરવામાં આવી રહી છે. 7 દિવસમાં સુરતમાં 20 હજારથી વધુ વાહનચાલકો પાસેથી રૃા.84 લાખથી વધુના દંડની વસુલાત કરવામાં આવી છે.

નવો મોટરવ્હીકલ એક્ટ લોકોની સલામતી માટે લવાયો છે તેવી સરકારની જાહેરાત બાદ પણ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહયા નથી. સુરત શહેરની ટ્રાફિક વ્યવસ્થા તથા માર્ગ અકસ્માતો પર નિયંત્રણ લાવવા હેતુથી સુરત શહેર પોલીસ કમિશ્નરે નવા મોટર વ્હીકલ એક્ટ-2019 અંતર્ગત સિટીમાં સ્પીશીયલ ડ્રાઇવ રાખવાનો આદેશ કર્યો હતો. તે અંતર્ગત તા.1 નવેમ્બરથી સિટીના અનેક ટ્રાફિક પોઇન્ટ ઉપર મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસની ટીમોનો કાફલો ગોઠવીને ચેકિંગ કરાયું હતું.

(4:58 pm IST)