Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વડોદરાના એમ.જી. કરોડિયા પોળમાં જવેલર્સમાં દાગીનાની ખરીદી કરી 45 લાખ ખોટા કરનાર સી પોપટલાલ જવેલર્સ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના એમ.જી. રોડ કરોડિયા પોળમાં એચ.પી. બુલિયન્સના નામે સોનાના દાગીનાનું ટ્રેડિંગ કરતા વેપારી પાસેથી રૃા.૪૫ લાખના દાગીના લઇ જઇ પરત નહી આપનાર ભરૃચના સી.પોપટલાલ જ્વેલર્સ વિરૃધ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અંગેની વિગત એવી છે કે, હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે અવિનાશ સોસાયટીમાં રહેતાં નિકુંજ હસમુખભાઇ સોનીની કરોડિયા પોળમાં જયમહેલ બિલ્ડીંગના પ્રથમ માળે એચ.પી. બુલિયન્ટ નામની દુકાન છે અને તેઓ સોનાના દાગીનાનું ટ્રેડીંગ કરે છે. ગત તા.૨જી જુલાઇએ ભરૃચના સી. પોપટલાલ જ્વેલર્સવાળા મુકેશ જયેન્દ્રભાઇ ચોક્સી તેમનો પુત્ર રવિ, નિકુંજની દુકાને વડોદરા આવ્યા હતાં. પિતાપુત્રએ .૩૩ કોલો વજનના અલગ-અલગ ડિઝાઇનના દાગીના પસંદ કર્યા હતા. જેની કિંમત ૪૫ લાખ રૃપિયા થતી હતી. ૧૫ દિવસમાં દાગીનાના રૃપિયા આરટીજીએસ મારફતે એકાઉન્ટમાં જમા થઇ જશે તેવું કહીને પિતાપુત્ર દાગીના લઇ ગયા હતાં છેલ્લાં એકવર્ષથી મુકેશ ચોક્સી નિકુંજ સોની સાથે ધંધો કરતા હતા અને સમયસર પેમેન્ટ કરી દેતા હોઇ નિકુંજ તેમના પર ભરોસો રાખ્યો હતો.

(4:56 pm IST)