Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સંતો અને ભકતોને જીવન જીવવા માટેનું માર્ગદર્શન વચનામૃતમાં છે : ભૂપેન્દ્રસિંહ

આનંદ અને દુઃખના વાવડ પચાવવા અઘરાઃ વડતાલ મહોત્સવમાં શિક્ષણમંત્રીનું ઉદ્બોધન

ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત મહોત્સવ પ્રસંગે આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી અને શ્રી જ્ઞાનજીવન સ્વામીની હાજરીમાં ગ્રંથરાજનો પંચામૃતથી અભિષેક કરાયેલ તેમજ આચાર્યશ્રીના હસ્તે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર,તા.૯: આગામી દિવસોમાં સમગ્ર દેશમાં એક આનંદના સમાચાર આવવાના છે. ત્યારે સૌએ સંયમ રાખી, પરિપકવતા દાખવવાની છે. આનંદના સમાચાર પચાવીશું અને કયાંય ઉન્માદ ન થાય તે જોવાનું આપણા  સૌનું કાર્ય છે તેમ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુરૂવારે વડતાલ ખાતે જણાવ્યું હતું.

વડતાલ ખાતે શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ખાતે શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રીહરિએ ૨૦૦વર્ષ પહેલાં સંતો-ભકતોને જીવન કેવી રીતે જીવવું તેના બધા  પ્રશ્નોના જવાબ વચનામૃતમાં પ્રબોધ્યા છે. માન વીની આજની સમસ્યાનો ઉકેલ ૨૦૦ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપી દીધો છે.  કોઈ મનુષ્ય ભગવાન શ્રીહરિની પરાવાણી વચનામૃત એકવાર પણ વાંચે તો આર્થિક, કૌટુંબીક સમસ્યાનો જવાબ તેને મળી જાય. ભગવાને ગઢડા,સાળંગપુર, લોયા, વડતાલ, પંચાળા , અમદાવાદ તથા કારિયાણીમાં રદર વચનામૃત પ્રબોધ્યા છે. ભગવાન શ્રીહરિએ પ્રશ્નોતરી દરમ્યાન વાસના કેમ ટાળવી એકાંતિક ભકત કોને કહેવાય ધ્યાન કરવામાં કાયર ન થવું, જેના હૈયામાં અખંડ ભગવાનની ભકિત હોય, સંત વચન કહે તે કરે, આટલું મનાશે અને આટલું નહીં મનાય, કયારેય મોળી વાત ન કરવી અને જે દિવસે ભૂલથી પણ થાય તો ઉપવાસ કરવો તેમ શ્રીહરિએ જણાવ્યું છે. આનંદ અને દુઃખના સમાચાર પચાવવા બહુ અદ્યરા છે. પણ ભગવાને આ સમયે પરિપકવતા દાખવી સંયમ રાખવાની શીખ આપી છે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ દેશના યુવાનોને વ્યસન મુકત બનાવવાનું જે ભગીરથ કાર્ય હાથ ધરી યુવા પેઢીને સશકત અને સંસ્કારી બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે. તે ખૂબ જ પ્રશંસનીય છે. બેટી બચાવો .... બેટી પઢાવો, જળ બચાવો, વીજળી બચાવો, જેવા કાર્યક્રમો કરી જાગૃત કરી રહ્યા છે. તે અભિનંદનને પાત્ર છે.તેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

આ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી તથા વડીલ સંતોએ શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ફુલહારથી સન્માન કરી મોમેન્ટો અર્પણ કરી હતી.

વચનામૃતની ૨૦૦મી જયંતી નિમિત્તે ૨૦૦કિલોની કેક

વડતાલઃ યાત્રાધામ વડતાલમાં ઉજવાઈ રહેલ ગ્રંથરાજ વચનામૃત દ્રીશતાબ્દી મહોત્સવ નિમિત્ત્।ે મહિલામંચ કાર્યક્રમ યોજાયો હતો. ગોમતી કિનારે વિશાળ સભામંડપમાં પુ.ગાદીવાળાના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રંથરાજ વચનામૃતની ૨૦૦મી જન્મ જયંતી નિમિત્ત્।ે ૨૦૦ કિલોની કેક કાપીને મહિલામંચના કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં ધાર્મિક તથા દેશભકિતના સાંસ્કૃતિક કાર્યક્રમ બહેનો દૂવારા રજુ કરવામાં આવ્યા હતા. જેમાં ડભાણ અને નડીયાદ કચ્છ કડવા પાટીદાર સમાજની બહેનો દ્વારા દેશભકિતનું રૂપક, ધોલેરાની બહેનો દ્વારા તલવારબાજી સહિત અન્ય ગામોની બહેનો દ્વારા પણ કાર્યક્રમો રજુ કરીને ઉપસ્થિત સૌ બહેનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

(3:28 pm IST)
  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST

  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST

  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST