Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યા કેસમાં ચુકાદાના પગલે સુરક્ષા સઘન : વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પોલીસ જવાનો અને SRPની 6 કંપનીઓ તૈનાત: 2500 જવાનો દ્વારા પેટ્રોલિંગ

વડોદરા : અયોધ્યા કેસમાં ચુકાદાને લઈને દેશભરમાં અને રાજ્યની સાથે વડોદરામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે  વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ જવાનો અને SRPની 6 કંપનીઓ તૈનાત છે, પોલીસ કંટ્રોલ રૂમથી સીસીટીવી દ્વારા ઠેર-ઠેર નજર રાખી રહી છે. શહેરભરમાં 2500 જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ શાંતિ સમિતિની અગ્રણીઓ સાથે પોલીસ સંકલન સાધી રહી છે.

(12:35 pm IST)