Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ગુજરાત યુનિવર્સિટીમાં ગાર્ડનીંગના નામ પર વિદ્યાર્થીઓના રૂપિયાનો ‌વ્યયઃ કુલપતિનો લુલો બચાવ

રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટી ભ્રષ્ટાચારનુ એપિસેન્ટર બની ચુક્યુ છે. ગુજરાત યુનિવર્સિટીમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યાં છે. ન્યુઝ 18 દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારે ગાર્ડનીંગના નામ પર વિદ્યાર્થીઓના રૂપિયાનો વ્યય થઇ રહ્યો છે.

ગાર્ડનીંગના નામ પર થઈ રહી છે કટકી, યુનિવર્સિટીમા આવેલ ગાર્ડન મૃતપાય હાલતમાં છે. 37 ગાર્ડન પૈકી 2 જ ગાર્ડન બચ્યા છે, અન્ય ગાર્ડન બન્યા કચરા પેટી. તમને જણાવી દઈએ કે, યુનિવર્સિટીએ ગાર્ડનિંગ પાછળ બે વર્ષમાં 38 લાખ ખર્ચ્યા. જેમાં રાજદીપ એન્ટરપ્રાઇઝને ચુકવાયા લાખો રૂપિયા.

યુનિવર્સિટીના કુલપતિ કરી રહ્યા છે લુલો બચાવ, રિનોવેશન ચાલતુ હોવાને કારણે નથી રખાઇ રહી સંભાળ. 35 માળીઓની સામે ફક્ત 10 જ માળી કરી રહ્યાં છે કામ. ન્યુઝ18ની તપાસમાં એક પણ માળી જોવા ન મળ્યા.

યુનિવર્સિટીનુ મુખ્ય કામ પ્રવેશ પરિક્ષા અને પરિણામ છે ત્યારે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી ભ્રષ્યાચાર આચરવામાં વ્યસ્ત છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કૌભાંડ બાદ યુનિવર્સિટી ગાર્ડન કૌભાંડને લઇને ચર્ચામાં છે. યુનિવર્સિટીને હરીયાળી અને સુંદર રાખવા માટે વાર્ષીક 20 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ન્યુઝ18ની તપાસમાં યુનિવર્સીટીએ રાજદીપ એન્ટરપ્રાઇઝને બે વર્ષમાં 38 લાખ રૂપિયા ચુકવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

એનએસયુઆઇ નેતા રિફાકત સૈયદે કહ્યું કે, મેન્ટેન્સનો ખર્ચ વર્ષે લખો રૂપિયા થાય છે, યુનિવર્સીટીના 37 જેટલા ગાર્ડન છે જેમાં 2 જ ગાર્ડન સારા છે.

હાલમાં ગુજરાત યુનિવર્સિટીમા કુલ નાના મોટા થઇને 37 ગાર્ડન આવેલ છે પરંતુ તેમાંથી 35 ગાર્ડનની હાલત ખસ્તા હોવાનુ ન્યુઝ 18ના અહેવાલમાં સામે આવ્યુ છે. યુનિવર્સીટી મેઇન ટાવર બિલ્ડીંગની આસપાસ તેમજ કુલપતિના બંગ્લાના ગાર્ડન સિવાય એકપણ ગાર્ડન હાલમાં બચ્યુ નથી, અને દર મહિને કોન્ટ્રાકટરને રૂપિયા ચુકવાઇ રહ્યાં છે. નિયમોની વાત કરવામા આવે તો રૂપિયા ચુકવતા પહેલા ગાર્ડનની યોગ્ય જાળવણી થાય છે કે નહી તે માટે દરેડ ડિપાર્ટમેન્ટના હેડની સહી જરૂરી, એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્સપેક્શન કરવુ ફરજીયાત. આ રીતે બંને ડિપાર્ટમેન્ટની સિગ્નેચર હોય તો જ કુલપતિ રૂપિયા ચુકવવાની મંજુરી અપાય છે.

પરંતુ ડિપાર્ટમેન્ટના હેડ દ્વારા આ મામલે કોઇ ધ્યાન આપવામાં આવતુ નથી અને બારોબાર સહી કરી દેવામા આવે છે, ઉપરાંત એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કોઇ ઇન્સપેક્શન કરવામા આવતુ નથી અને સહી કરીને રૂપિયાની ચુકવણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિએ પણ જાણે કે પોતાના અધિકારીઓનો બચાવ કરતા જણાવ્યુ હતુ કે, રિનોવેશન ચાલતુ હોવાને કારણે ગાર્ડનની સંભાળ રાખી શકાતી નથી.

ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, અત્યારે રીનોવેશન ચાલી રહ્યું છે જેના ભાગ રૂપ આ વસ્તુ સ્કાય બનવાની છે, એસ્ટેટ વિભાગને આ અંગેની તાકીદ કરેલ છે. એસ્ટેટ વિભાગે આની ગંભીરતા લેવી જોઈએ ચુકવણીની વાત મારા ધ્યાન પર નથી.

તો સાંભળ્યુ તમે કે ગાર્ડનીંગની જાળવણી પાછળ કેટલી રકમની ચુકવણી કરવામાં આવે છે તેના વિશે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ખ્યાલ જ નથી..તો અહી પ્રશ્ન એ થાય કે જો કુલપતિની સાઇન બાદ જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામા આવે છે ત્યારે કુલપતિને આની જાણ જ નહોય તેમ કેવી રીતે બની શકે. હાલ તો કુલપતિ ન્યુઝ18ની પુચ્છા બાદ તપાસની ખાતરી આપી છે ત્યારે આના પર યોગ્ય કાર્યવાહી થાય છે કે પછી અન્ય મામલાઓની આ મામલે પણ ભીનુ સંકેલી લેવામા આવે છે તે જોવુ રહ્યુ.

(11:43 pm IST)