Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વડોદરા-અમદાવાદ હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે એકનું મોત

વડોદરા:વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતાં એક કારચાલકે પોતાની કાર નડિયાદ તાલુકાના ફતેપુર નજીક આગળ જતાં અજાણ્યાં વાહન સાથે અથડાવતાં કારચાલકનું મોત નિપજ્યું હતું.

 


મળતી માહિતી મુજબ વડોદરા માં રહેતા અમીતભાઈ અરૂણભાઈ વસોવદાસ પોતાની તવેરા ગાડી નં જીજે ૦૬ ઝેડઝેડ ૫૬૭૯ લઈને વડોદરાથી અમદાવાદ જતાં હતાં. નડિયાદ તાલુકાના ફતેપુરા સીમમાં એક્સપ્રેસ હાઈવે પર આવ્યાં ત્યારે આગળ જતાં કોઈ વાહન સાથે તેમની કાર અથડાઈ હતી. જોકે અજાણ્યો વાહનચાલક ભાગી ગયો હતો. આ અકસ્માતમાં અમિતભાઈ ને ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજ્યું છે. આ અંગે ચકલાસી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:18 pm IST)