Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સુરત:મારુતિ મિલમાં પણ આગ ભભૂકી : બ્રિગેડ કોલ જાહેર :ફાયર બ્રિગેડની 25થી વધુ ગાડીઓ પહોંચી

શાલુ ડાઇંગ મિલની બાજુમાં આવેલ મિલ આગની ઝપટમાં :ધુમાડાના ગોટેગોટા

 સુરતઃ શહેરમાં આગ લાગવાની ઘટના સતત ચાલુ છે. રાત્રે સાલું ડાઇંગ મીલમાં આગ લાગ્યા બાદ અત્યારે સાલું મિલની બાજુમાં આગેલ મારૂતિ મિલમાં આગ લાવી છે. આગ પર કાબુ મેળવવા માટે 25થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મારૂતિ મિલમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. 

પાંડેસરા વિસ્તારમાં આજે સવારે શાલુ મિલમાં આગ લાગ્યા બાદ હવે તેની સામે આવેલી મારુતિ ડાઈંગ મિલમાં પણ ભયાનક આગ લાગી છે. અચાનક જ મિલમાં આગ કેમ લાગી તેનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયરબ્રિગેડની ટીમને આ અંગે કોલ મળતા જ તાત્કાલિક આગ ઓલવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, પાંડેસરામાં જ આવેલી શાલુ મિલમાં સવારે સ્લેબ તૂટી પડ્યા બાદ તેમાં રખાયેલા ઓઈલ બેરલ્સમાં આગ ફાટી નીકલી હતી. આ આગ બુઝાયાની થોડી વારમાં જ શાલુ મિલની સામે આવેલી મારુતિ ડાઈંગ મિલમાં આગ લાગવાની ઘટના બની હતી.

(1:06 pm IST)