Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલના અધ્યક્ષ પદે હર્ષદ રીબડિયા

અમદાવાદ તા.૯: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી અમીત ચાવડાએ ખેડુત આગેવાન અને વિસાવદરના ધારાસભ્યશ્રી હર્ષદ રીબડીયાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે.

હર્ષદ રીબડીયા વર્ષોથી ખેડુતોના પ્રશ્નો અંગે આક્રમકતાથી વિધાનસભામાં અને વિધાનસભાની બહાર સતત લડત આપતા રહયાં છે. તેથી કિશાન સેલના અધ્યક્ષ તરીકે નિમણૂંક થતાં રાજયભરના કિશાન આગેવાનોએ આવકારી છે. (૧.૩)

(11:43 am IST)