Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

નીચતાની પરાકાષ્ટા: હવે નકલી સેનીટાઇઝર બનાવતું કારખાનું ઝડપાયું

સુરત : નકલી રેમડીસીવીર  ઈન્જેકશનો બાદ હવે નકલી સેનિટાઇઝર બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. જાણીતી કંપનીના સ્ટીકર લગાવીને આ નકલી સેનેટાઇઝર બનાવતા હતા.
પોલીસે તેને મળેલ બાતમીનાં આધારે અમરોલી મોટા વરાછામાં ફાર્મ હાઉસમાં આવેલા પતરાના છાપરાવાળી ખુલ્લી જગ્યામાં દરોડા પાડી આ કાળો કામો ઝડપી લીધેલ.

પોલીસે જીગર જસવંત ભાલાળા અને નરેશ છગન ડાભીને રંગેહાથ ઝડપી લીધેલ. બ્લુ શકાય હેન્ડ અને કેરફૂલ હેન્ડ રબ સેનેટાઈઝર, તેવો મિથાઇલ ભેળવીને બનાવતા હોવાનું માલૂમ પડેલ.

(4:03 pm IST)