Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળે તો અમે વિરોધ કરશું :અહેમદ પટેલ

કોંગ્રેસના નેતા અહેમદ પટેલએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત :ખેડૂતોનાં પ્રશ્નો, જળસંકટ, ગાયોનાં ઘાસનો મુદ્દો અને બુલેટ ટ્રેનને લઇને ચિંતા વ્યક્ત કરી

અમદાવાદ :કૉંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલે આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ પટેલે કહ્યું કે "રાજ્યપાલ સાથે 5 મુદ્દાઓને લઇને મુલાકાત કરવામાં આવી હતી." અહેમદ પટેલે ખેડૂતોનાં પ્રશ્નો, જળસંકટ, ગાયોનાં ઘાસનો મુદ્દો અને બુલેટ ટ્રેનને લઇને ચિંતા વ્યક્ત કરતા નિવેદન આપ્યું હતું.

   અહેમદ પટેલે કહ્યું કે, "ખેડૂતોને યોગ્ય વળતર નહી મળે તો અમે વિરોધ કરીશું. ખેડૂતોનાં ભોગે વિકાસ ના થવો જોઇએ. મે પીએમને પત્ર લખ્યો હતો પરંતુ તેમણે જવાબ આપ્યો નથી. છેલ્લા થોડાક સમયથી વિકાસને લઇને સમસ્યાઓ ચાલી રહી છે

  અહેમદ પટેલે કહ્યું કે, "આજે ગાયો મરી રહી છે, પશુધન બચાવવું જોઇએ. કૉંગ્રેસે અનેક કેટલ કેમ્પ કરેલા છે." અહેમદ પટેલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેના વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, "જળસંચયનું કામ જો વહેલું કરવામાં આવ્યું હોત તો પ્રજાને ફાયદો થાત."આ ઉપરાંત અહેમદ પટેલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને વિરોધની ચીમકી આપી છે.

(8:43 pm IST)