Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

નવસારમાં ટ્રાફિક પોલીસ કોન્‍સ્‍ટેબલ ૨૦૦ રૂપિયા ખિસ્સામાં સરકાવી લેતો નજરે પડ્યોઃ વીડિયો વાયરલ

નવસારીઃ હાલમાં નવસારી ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલનો લાંચના પૈસા લેતો વીડિયો સામે આવ્યો છે. શહેરીની તાતા સ્કૂલ નજીક ટ્રાફિક પોલીસની ખુલ્લી ઉઘરાણી કેમેરામાં શૂટ થઈ ગઈ હતી. આ વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ મોટા દંડની ચીમકી આપીને 200 રૂ. પોતાના ખિસ્સામાં સરકાવી લેતો નજરે ચડ્યો છે. 

વીડિયોમાં પોલીસ એક વાહન ચાહકને પકડીને રોફ ઝાડે છે કે સામે કોઈ પણ આવે હું કોઈ ને છોડતો નથી અને નિયમનું પાલન કરાવું છું. જોકે આવી મોટી શેખી મારીને અંતે એ 200 રૂ.માં પતાવટ કરતો ઝડપાઈ ગયો છે. 

(7:20 pm IST)