Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

સુરત: સ્મીમેરમાં પુત્રની સારવાર માટે આવેલ પિતા સાથે તબીબે ઉદ્ધત વર્તન કરતા ચકચાર

સુરત:સ્મીમેર હોસ્પિટલમાં પુત્રના સેમ્પલ લઈને પરિક્ષણ કરાવવા આવેલા પિતા સાથે ડોક્ટરે ઉદ્ધત વર્તન કરતા હોબાળો થયો હતો. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અડાજણ વિસ્તારમાં રહેતા રિમ્પલભાઈ શેઠના સાત માસનાં પુત્રની થોડા દિવસ અગાઉ તબીયત બગડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ત્યાં તબીબની તપાસમાં બાળકને મગજનો ટી.બી. હોવાની શક્યતા સામે આવી હતી.

તબીબે બાળકના સેમ્પલ લીધા હતા અને કહ્યું કે પ્રાઈવેટ લેબોરેટરીમાં જશો તો મોટો ખર્ચ થઈ શકે, પણ સ્મીમેર હોસ્પિટલમાં રાહતદરે થશે. જેથી રિમ્પલભાઈ આજે સવારે બાળકના સેમ્પલ લઈ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા. ત્યાં હાજર તબીબે તેમના સેમ્પલ લેવાની ના પાડીને અભદ્ર ભાષા બોલ્યા હતા. દર્દીના પિતા સાથે ઉદ્ધત વાત કરતા હોબાળો થયા બાદ દર્દીના પિતાએ આ અંગે આર.એમ.ઓ.ને જાણ કરી હતી.

(5:51 pm IST)