Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

વડોદરામાં રેલવે લાઈન ક્રોસ કરતો વિદ્યાર્થી ટ્રેન અડફેટે ;બંને પગ કપાયા :અરેરાટી

મૂળ યુપીનો માસુમ સન્ની સ્કૂલથી પરત ફરતા કરોડિયા રેલવે લાઈનમાં પગ કપાઈ જતા લોહીલુહાણ હાલત

 

વડોદરા:અહીંના કરોડિયા રેલવે લાઈન ક્રોસ કરતી વેળાએ વર્ષનો વિદ્યાર્થી સન્ની ચાલુ ટ્રેનની અડફેટે આવતાં તેના બંને પગ કપાઈ ગયાં હતાં લોકોમાં અરેરાટી ફેલાઈ હતી લોહીલુહાણ હાલતમાં કપાયેલા પગ સાથે માસુમને સારવાર માટે ૧૦૮ એબ્યુલેન્સમાં સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો

  જાણવા મળતી વિગત મુજબ ગોરવા કેનાલ પાસે અયોધ્યા નગરમાં રહેતો સન્ની ઘનશ્યામભાઇ યાદવ (ઉં.) મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. સન્નીના માતા-પિતા ઉત્તર પ્રદેશમાં રહે છે અને તે અત્રે મોટા કાકા સાથે રહે છે. સન્ની તેના ઘરથી લગભગ ત્રણ કિ.મી. દુર આવેલી પ્રેરણા હિન્દી વિદ્યાલયમાં ધો.૪માં અભ્યાસ કરે છે આજે બપોરે સન્ની સ્કૂલથી સાથે તેના ઘર તરફ જઈ રહયો હતો.

(11:44 pm IST)