Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

સયાજી હોસ્પિટલમાં નવજાત બાળકીને મૂકી જનાર વ્યક્તિની સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ

વડોદરા:શહેરના સયાજી હોસ્પિટલના રૃકમણી ચૈનાની પ્રસૂતિગૃહની બહાર પગરખાના સ્ટેન્ડ પર નવજાત મૃત બાળક મુકી જવાના બનાવમાં રાવપુરા પોલીસે આ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકને મુકી જનાર વ્યકિતની શોધખોળ શરૃ કરી છે.

એસએસજી હોસ્પિટલના રૃક્મણી  ચૈનાની પ્રસૂતિગૃહ આગળ પગરખાના સ્ટેન્ડમાં બે દિવસ અગાઉ કોઈ વ્યકિત ગોદડીમાં લપેટેલું એક નવજાત  મૃત બાળક ત્યજી ફરાર થયું હતું.રાવપુરા પોલીસે  પ્રસૂતિગૃહની બહાર તેમજ આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકને મુકી જનાર વ્યકિતના સગડ મેળવવાની તજવીજ શરૃ કરી છે.

આ બનાવની જાણ થતાં માંજલપુર પોલીસે બાળકીને  નિઝામપુરા સ્થિત શિશુ ગૃહ ખાતે મોકલી આપી છે જયાં તેને પ્રિયાંશી નામ આપવામાં આવ્યું છે. જોકે તેને મુકી જનાર વ્યકિતનો ૧૬ દિવસ બાદ હજુ કોઈ પત્તો નથી મળ્યો.

(8:12 pm IST)