Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

વેતન મામલે બાલાસિનોરની નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

બાલાસિનોર:નગરપાલિકા સફાઇ કામદારોએ આવેદન ઉચ્ચ અધિકારીઓ, ચીફ ઓફિસરને આપેલ સમય મર્યાદામાં કોઇ જવાબ નહીં મળતાં આજ રોજ હડતાલ ઉપર ઉતરી ગયા હતાં અને નગરમાં સાફસુફી કાર્ય ખોરંભે પડયું હતું.
સફાઇ કામદારો હડતાલ ઉપર ઉતરતા તંત્ર હરકતમાં આવ્યું. અને પ્રાંત અધિકારી, મામલતદાર, નિવાસી કલેકટર ઠક્કર, ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર એ સફાઇ કામદારોના આગેવાનો રમેશ સોલંકી તથા સચિન સોલંકીની રજુઆતો તેમની માંગણીઓ તેમજ પગાર બાબતે રજુઆત કરી હતી. ઉપસ્થિત અધિકારીઓએ તેમજ પાલિકાના અધિકારી-પદાધિકારી સાથે વાતચીતને અંતે પાલિકા દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.

લઘુત્તમ વેતન માટેની પ્રક્રિયા કરવામાં આવશે. તેમજ ચાર માસના બાકી પગાર ચુકવવા સહાનુભૂતિપૂર્વક વિચારવા ખાત્રી આપતાં સૌ અધિકારી ધારાસભ્યની સમજાવટના અંતે હડતાલ સમેટાઇ હતી. આમ ૮૦ સફાઇ કામદારો અને બાકી ૧૧ કામદારો માટે અને તેની સંખ્યા માટે પણ વિચારણા કરવામાં આવશે તેવી હૈયાધારણ પણ અપાઇ હતી. ભાજપ શાસિત નગરપાલિકામાં સફાઇ કામદારોની હડતાલ નગરચર્ચાનો વિષય બન્યો હતો.
 

(8:09 pm IST)