Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

વિદેશી દારૂના આરોપમાં ફરાર નડિયાદના બે શખ્સની ખેડા પોલીસે અટકાયત કરી જેલ ભેગા કર્યા

ખેડા:એલસીબીએ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ પલાણા તેમજ નડિયાદના આરોપીની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપેલ છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ પીજ રોડ પર ટેલિફોન એક્ષચેન્જની બાજુમાં રહેતા જીતુભાઈ બાબુભાઈ મારવાડી સામે માતર તેમજ નડિયાદ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત ભૂપેશ ઉર્ફે ભોપો પીસ્તોલ કાંતીભાઈ પટેલ (રહે.પલાણા તા.વસો) સામે વસો પોલીસમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ બંને ઈસમો વિરુદ્ઘ પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટરને મોકલી આપવામાં આવી હતી. આ પાસા દરખાસ્ત મંજૂર કરી બંને આરોપીઓના વોંરટ ઈશ્યુ કરતા એલ.સી.બી.ખેડા પોલીસે જીતુભાઈ મારવાડી પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જિલ્લા જેલમાં જ્યારે આરોપી ભૂપેશ ઉર્ફે ભોપો પીસ્તોલ કાંતીભાઈ પટેલને ઝડપી પાડી પાસા હેઠળ જિલ્લા જામનગર જેલમાં મોકલી આપેલ છે.

 

(8:08 pm IST)