Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

ગાંધીનગરના સાતે જ ગામમાં ૪૦ લાખનો દારૂ ઝડપાયો : જીજ્ઞેશ અને અનિલ પટેલનો હોવાનું ખુલ્‍યું

રાજકોટ : ગાંધીનગર આર.આર.સેલ દ્વારા બાતમીના આધારે સાતેજ પાસેથી ખાનગી ગોડાઉનમાંથી 40 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પકડતા દારૂબંધીના લીરે-લીરા ઉડ્યા હતા.

ગાંધીનગર નજીક આવેલ સાતેજ ગામમાં આર.આર.સેલ દ્વારા બાતમીના આધારે ખાનગી ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી. રેડમાં આર.આર.સેલ.દ્વારા એક હજાર પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની કિંમત 40 લાખ રૂપિયા થવા જઈ રહી છે. સમગ્ર જથ્થો આર.આર.સેલ દ્વારા ઝડપી પાડી વધુ તપાસ માટે સાતેજ પોલોસની સોંપવામાં આવ્યો હતો.

સમગ્ર વિદેશી દારૂનો જથ્થો જીગ્નેશ પટેલ અને અનિલ પટેલનો હોવાનું ખુલવા પામ્યું છે. જીગ્નેશ પટેલ મૂળ અમદાવાદના સોલા ખાતેનો રહેવાસી છે જયારે અનિલ પટેલ અમદાવાદના ઘાટલોડિયા ખાતેનો રહેવાસી છે. જીગ્નેશ અને અનિલ પટેલ છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે.

જે ગોડાઉનમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે.તે ગોડાઉનનો મૂળ માલિક સાતેજ ગામનો રહેવાસી છે.ખોડીદાસ પટેલે ગોડાઉન નડિયાદના જતીન પટેલને મહિને ચાલીસ હજારના ભાડેથી આપવામાં આવ્યું હતું. જતીન પટેલ દ્વારા પ્લાસ્ટિકના રોમટિરિયલ માટે ભાડે રાખવામાં આવ્યું હતું.પરંતુ તેની આડમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવતો હતો

ઉલ્લેખનીય છે કે જીગ્નેશ પટેલની બે દિવસ પહેલા ચાંદખેડા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.જીગ્નેશ પટેલનો અગાઉ ચૂંટણી દરમ્યાન અડાલજ પોલીસની હદમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો.અગાઉ પણ સાતેજ ખાતે એક ગોડાઉન પકડવામાં આવ્યું હતું.ત્યારે ફરી એકવાર દારૂનો જથ્થો સાતેજમાંથી પકડવામાં આવ્યો છે. ત્યારે મોટો દારૂનો જથ્થો પકડાયા બાદ હવે નવા કાયદા પ્રમાણે આરોપીઓને કેવી સજા પડે છે તે જોવાનું રહ્યું.

(4:11 pm IST)