Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

માત્ર બે રૂપિયે લીટર મિનરલ પાણીઃ યાત્રાધામો માટે સરકાર દ્વારા વોટર એ.ટી.એમ. યોજના

પII લાખ રૂ.નૂં મશીન વસાવવા સરકાર ૭૦ ટકા રકમ આપશે. બાકીના ૩૦ ટકા જે તે ધાર્મિક સંસ્થાના

ગાંધીનગર તા. ૯ : ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામોમાં લોકોને એકદમ વ્યાજબી ભાવે પીવાનું સંપૂર્ણ શુધ્ધ પાણી મળી રહી તે માટે વોટર ઓટોમેટેડ ટેલર મશીન મૂકવાની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનુ અમલીકરણ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક છે.લોકો નિયત રકમ નાખી પાણી મેળવી શકશે.

સરકાર દ્વારા સરકાર હસ્તકના યાત્રાધામોમાં વોટર એ.ટી.એમ. મુકાશ અન્ય ધાર્મિક સંસ્થાઓ આ મશીન મુકવા માંગી હોય તો સરકારને અરજી કરી મશીન માંગી શકશે. જે ધર્મસ્થળની અરજી મંજૂર થાય તેને સરકાર દ્વારા રૂ.  સાડા પાંચ લાખની કિંમત મશીન અપાશે. જેની ૭૦ ટકા રકમ  સરકાર ભોગવશે અને બાકીના ૩૦ ટકા રકમ અરજદાર ધર્મસંસ્થાએ ભોગવવાની રહેશે. વોટર એ.ટી. એમ.નું સંચાલન જે તે ધર્મ સંસ્થાએ કરવાનું રહેશે. ધર્મસ્થાનની મુલાકાતે આવતા ભાવિકોને મહત્તમ બે રૂપિયે લીટર મીનરલ વોટર આપવાનું રહેશે. બોટલ અથવા જગ લાભાર્થી વ્યકિતએ લાવવાનો રહેશે. એ.ટી.એમ. તરફથી માત્ર પાણી મળશે. ધંધાદારી નહિ પણ માત્ર સેવાકીય હેતુથી જ વોટર એ. ટી. એમ.નો ઉપયોગ કરવાનો રહેશે. એક સંસ્થાને વધુમાં વધુ બે મશીન અપાશે.

વધુ માહિતી માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કચેરી, બ્લોક નં. ૬/ર, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ફોન નં. ૦૭૯ ર૩રપરપ૬૪ અથવા ર૩રપર૪પ૯ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(11:39 am IST)