Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

31 ડિસેમ્બર સુધીમાં જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાડી દેજો :નહીંતર ચૂકવવો પડશે દંડ

ટુ વ્હીલર માટે ૧૦૦ રૂ. થ્રી વ્હીલર માટે ૨૦૦ રૂ.,એલએમવી વ્હીલર માટે ૩૦૦ રૂ.અને ભારે વાહન માટે ૫૦૦ રૂ દંડની જોગવાઈ

અમદાવાદ : રાજ્યમાં HSRP નંબર પ્લેટ વગર વાહન ચાલકોને દંડ ફટકારવાની આરટીઓના વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવી હોય તો 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. કારણ કે ત્યાર બાદ નંબર પ્લેટ લગાવવા માટે પણ દંડ ચૂકવવો પડશે. જો તમે RTO કચેરી જઈ શકતા હોવ તો અધિકૃત ડીલરને ત્યાંથી પણ નંબર પ્લેટ લગાવી શકાશે. હાલમાં RTO કચેરી તરફથી નંબર પ્લેટ લગાવવાની ફી નિર્ધારિત પણ કરવામાં આવી છે.

  31 ડિસેમ્બર બાદ -ટુ વ્હીલર માટે ૧૦૦ રૂ. થ્રી વ્હીલર માટે ૨૦૦ રૂ.,એલએમવી વ્હીલર માટે ૩૦૦ રૂ.અને ભારે વાહન માટે ૫૦૦ રૂ દંડની જોગવાઈકરાઈ છે 

(10:31 pm IST)