Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

દૂધની બરણી અથડાવવા બાબતે આંકલાવમાં એક પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો

આંકલાવ: શહેરની વૈણાંક તલાવડી નજીક સીમ વિસ્તારમાં આજે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે અલ્પેશભાઈ ડાહ્યાભાઈ પઢિયારની પત્નીને કિરણભાઈ ઉર્ફે મથુરભાઈ ઉદેસિંગ પઢિયારે દૂધ ભરેલી બરણી અથડાવી હોય બાબતે ઠપકો આપવા જતાં કિરણભાઈ ઉર્ફે મથુરભાઈ ઉદેસિંગભાઈ પઢિયાર, રેવાબેન ઉદેસિંગ પઢિયાર, જયાબેન કિરણભાઈ પઢિયાર તથા સુમિત્રાબેન ચન્દ્રસિંહ પઢિયારે ગમે તેવી ગાળો બોલીને અલ્પેશભાઈ તથા ઘરના સભ્યો સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો. 

કિરણભાઈએ પોતાની પાસેનું ચપ્પુ અલ્પેશભાઈના ગાલ ઉપર મારીને ઈજાઓ પહોચાડી હતી. અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

 

(6:06 pm IST)