Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સુરત મનપા દ્વારા ગેસ-પાણીની પાઇપ લાઈન નાખવા ગયેલ ટિમ પર લોકોએ વિરોધ દર્શાવ્યો

સુરત: મહાનગરપાલિકામાં મારે તેની તલવાર જેવો ઘાટ ઉમરા બાદ સિમાડામાં જોવા મળી રહ્યો છે. બ્રિજના એપ્રોચમાં અસરગ્રસ્તોને ઘુંટણીયે પડયા બાદ સિમાડામા પાણીની લાઈન નાંખવા જેવા અગત્યના કામમાં લોકોનો વિરોધ થતાં પાલિકા કામગીરી અટકાવીને પરત ફરી ગઈ હતી. જાહેર કરાયેલા ટી.પી. રોડની માલિકી ખાનગી હોય તેમ લોકોએ કોંગ્રેસના કોર્પોરેટર સાથે મળીને વિરોધ કર્યો અને પાલિકાએ ખોદેલા ખાડા પુરીને પાછી આવી ગઈ હતી. પાલિકાની આવી શરણાગતિની નીતિના કારણે આગામી દિવસોમાં અન્ય કામગીરીમાં લોકો વિરોધ કરીને કામગીરી અટકાવી શકે છે.

મ્યુનિ.ાવરાછા ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર ૬૮( પુણા-સિમાડા)માં સિમાડા હળપતિ અને હરિજનવાસ વચ્ચે આવેલા ટી.પી. રોડ પરની પાણીની લાઈન મ્યુનિ. તંત્રએ અપુરતા પોલીસ બંદોબસ્ત અને લોકોના વિરોધના કારણે અટકાવી દીધી હતી. બે દિવસ પહેલા લોકો અને કોગ્રસના મહિલા કોર્પોરેટરના પતિએ ધમકી આપી હતી કે પોલીસ આવે તો પણ લાઈન નાંખવા નહીં દઈએ. 

(6:03 pm IST)