Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સુરતની નવી સિવિલમાં કર્મચારીના ક્વાટર્સ પાસે કચરાનો ઢગલો: ગંદકી ફેલાતા લોકોનું સ્વાસ્થ્ય બગડવાની શક્યતા

સુરત:નવી સિવિલ હોસ્પિટલમા વર્ગ-ચાર  કમર્ચારી કવાર્ટસ પાસે  કચરાના ઢગલા અને ગટરના પાણી ફરી વળતા ભારે ગંદીકાના લીધે  કેટલાક કમચારીઓ અધિકારી અન ધારાસભ્યને રજુઆત કરી હતી.

 પ્રાપ્ત વિગત મુજબ સુરત નવી સિવિલ હાસ્પિટલમાં કેમ્પસમાં આવેલા અંબિકા બ્લોક, જમના બ્લોક, કાવેરી સહિતના  વર્ગ-ચાર કવાર્ટસમા રહેતા કમચારીના ઘર પાસે કચરાના ઢગલા છે. ક્યાંક ગટરના પાણી ઉભરાયેલા છે.ચોમાસામાં ક્વાટર્સની આસપાસ ઘાસ, ઝાડીઓ ઉગી નીકળી છે. જેને કાપીને સફાઇ થઇ નથી.

કવાર્ટસ પાસે ગંદકીના મુદે અગાઉ કમચારીઓએ  ઘણી વખત  ગર્વમેન્ટ મડીકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલના અધિકારી રજુઆત કરી હતી.પણ તંત્ર ધ્યાન આપતુ ંનથી. નવી સિવિલ કે મેડીકલ કોલેજ  અને પી.આઇ.યુ વિભાગ એક બીજાને ખો આપી રહયા છે. ગંદકીને કારણે  વર્ગ-કમચારી તથા તેમના કેટલાક પરિવારના સભ્યો તાવ, ડેન્ગ્યુની અસર ,મેલેરીયા સહિતની બિમારીમાં kસપડાયા છે એમ પરિવારે કહયું હતું. 

(6:02 pm IST)