Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પાલનપુર નજીક મહેસાણાના મિતેષ બારોટને ડીસા આવવા ગાડીમાં બેસાડીને લૂંટી લેવાયો

45 હજારની લૂંટ કર્યા બાદ યુવકને ગાડીમાંથી ઉતારી લૂંટારુઓ ફરાર

મહેસાણાનો એક યુવક પાલનપુરથી ડીસા આવવા માટે વાહનની રાહ જોઈ ઉભો હતો ત્યારે કેટલાક શખ્સોએ તેને ડીસા આવવા ગાડીમાં બેસાડીને લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા મુજબ મહેસાણાનો મિતેષ બારોટ નામનો યુવક ડીસા આવવા નીકળ્યો હતો ત્યારે ગાડીમાં બેઠેલ અજાણ્યા શખ્સોએ તેની પાસેથી 45 હજારની લૂંટ કર્યા બાદ યુવકને ગાડીમાંથી ઉતારી ફરાર થઇ ગયા હતા. બાદમાં

લૂંટના ભોગ બનેલ યુવકે પાલનપુર પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી

(1:51 pm IST)