Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

થરાદના મિયાલમાંથી છરી અને કોસ સાથે યુવક ઝડપાયો

થરાદ પોલીસે તાલુકાના મિયાલ ગામના હાઇવે વિસ્તારમાંથી કોસ અને છરી જેવા હથિયાર સાથે ગામના એક શખસ ઝડપી લીધો હતો.તેમજ પોલીસે તેની સામે અટકાયતી પગલાં ભરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પેટ્રોલિંગમાં રહેલી થરાદ પોલીસે રાત્રિના સુમારે સોંચોર થરાદ હાઇવે પરથી એક શંકાસ્પદ યુવક છરી અને કોસ સાથે ઝડપી લીધો હતો.આ યુવક થરાદ પોલીસને બસ્ટેન્ડ પરના ગલ્લાની પાછળ સંતાતો નજરે પડતાં તે યુવક ચોરીના ઇરાદે આવ્યો હોય તેવી આશંકાને આધારે થરાદ પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરતાં કોઇ સંતોષકારક જવાબ આપવાને બદલે ગલ્લાં તલ્લાં કર્યાં હતા.આથી પોલીસે મુકેશભાઇ બાબુભાઇ ભાટ રહે.મિયાલ સામે સીઆરપીસી એક્ટની કલમ ૧૨૨ મુજબ અટકાયતી પગલાં ભરી વધુ કાર્યવાહી હાથધરી હતી.

(12:34 pm IST)