Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમદાવાદમાં ગુલબાઇ ટેકરા પાસપોર્ટ ઓફિસ પાસે છ દિવસની ત્યજી દેવાયેલ બાળકી મળી

બાળકી સિવિલમાં સારવાર હેઠળ :માતા પિતાની શોધખોળ

અમદાવાદના ગુલબાઇ ટેકરા પાસપોર્ટ ઓફિસ પાસેથી જન્મના છ દિવસમાં જ બાળકીને ત્યજી દીધી હતી. બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  આ અંગે મળતી વિગત મુજબ ગુલબાઇ ટેકરા પાસે આવેલી પાસપોર્ટ ઓફિસ પાસેથી બાલકીના રડવાનો અવાજ આવતાં સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સને જાણ કરતાં બાળકીને સિવિલમાં દાખલ કરી હતી.

 સિવિલની વર્ધી આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ કરતાં છ દિવસની જન્મેલી બાળકીને કોઇક અજાણી મહિલા ત્યજીને જતી રહી હતી. પોલીસે ગુનો નોધીને બાળકીના મા-બાપની શોધખોળ હાથ ધરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પંદર દિવસ અગાઉ રખિયાલમાં પણ એવું જ એક બાળક મળી આવ્યું હતું

(12:01 pm IST)