Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અલ્પેશ કથીરીયાની જેલમુકિત થતા હાર્દિક પટેલની આગેવાનીમાં અનામતની માંગ સાથે કાલથી સંકલ્પ યાત્રા

રાજકોટ તા.૮: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલની આગેવાનીમાં અલ્પેશ કથીરીયાની જેલમુકિત થતા જ અનામતની માંગ સાથે કાલે તા.૯ને રવિવારે સવારે ૯ વાગ્યે સુરતની લાજપોર જેલ ખાતેથી ત્રિદિવસીય સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે.

 

કાલે પ્રથમ દિવસે લાજપોર જેલ, ભેસ્તાન, ઉધનાથી રીંગ રોડ થઇને લાલ દરવાજા ખોડીયાર મંદિરથી સ્ટેશન થઇને ઉમિયા મંદિર, મિનીબજાર સરદાર પ્રતિમા હારતોરા કરીને વરાછા મેન રોડથી બરોડા પ્રિસ્ટેજથી હિરાબાગ સર્કલથી આગળ યુ-ટર્ન કરીને રામનગર ઓવરબ્રીજ નીચેથી રચના સર્કલ, ગાયત્રી ચોક, સિતાનગર ચોક, પુણા ગામ બસ સ્ટેન્ડ, પુણા તળાવ રોડ, નાલંદા સ્કૂલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગીચોક, બાપાસિતારામ ચોક, સિમાડા બીઆરટીએસ રોડ, સવજી કોરાટ બ્રિજ થઇને લજામણી ચોક, મહાદેવ ચોક યમુના ચોક થઇને સુદામા ચોકમાં સમાપન થશે.

 તા.૧૦ ને સવારે ૯ કલાકે સુરતથી ખોડલધામ કાગવડ જવા રવાના (સરથાણા-વિમાન સર્કલથી) ખોડલધામ ખાતે માતાજીની સંધ્યા આરતી રાત્રિ રોકાણ ખોડલધામ કરશે.

તા.૧૧ સમય સવારે ૮ કલાકે ખોડલધામથી ઉંઝા ઉમિયાધામ જવા રવાના ઉંઝા માતાજીનાં આર્શિવાદ મેળવી સમાપન થશે.(૧.૧૦)

(11:44 am IST)