Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નવી દિલ્હીમાં :વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ની તૈયારીઓમાં

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન મેળવવા બેઠક :કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના સહયોગ અંગે પરામર્શ

ગાંધીનગર ::મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ની પૂર્વતૈયારીઓની વિગતો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું જરૂરી માર્ગદર્શન મેળવવા અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના આ સમિટની સફળતામાં સહકાર અને માર્ગદર્શન માટે આજે શનિવારે નવી દિલ્હીની મૂલાકાતે ગયા છે 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર ભાઈ મોદી સાથે નવી દિલ્હીમાં આ અંગે બેઠક યોજાવાની છે. 

પ્રધાનમંત્રીશ્રી સાથે યોજાનારી આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથ, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, ઊદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા અને ઇન્ડેક્ષ્ટ-બી ના એમ.ડી. શ્રી રાજકુમાર બેનિવાલ પણ જોડાશે.

(11:29 am IST)