Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ભાજપ ખેલેશે મહિલા કાર્ડ : જિલ્લામાંથી એક એક,અને મહાનગરપાલિકાં બે-બેની ફોર્મ્‍યુલા!

દરેક જિલ્લામાંથી એક એક મહિલા અને મહાનગરોમાં બે બે મળી કુલ ૧૮૨ માંથી ૪૦ જેટલી મહિલાઓ ને ટિકિટ આપી શકે છે

નવી દિલ્‍હી,તા.૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મહિલા કાર્ડ ઉતારવા ની તૈયારી કરવા રહ્યો હોવાનું જાણવા મળ્‍યું છે, જેમાં દરેક જિલ્લામાંથી એક એક મહિલા અને મહાનગરોમાં બે બે મળી કુલ ૧૮૨ માંથી ૪૦ જેટલી મહિલાઓને ટિકિટ આપી શકે છે, આ માટે ભાજપે ભાજપે તમામ જિલ્લા અને શહેરોમાંથી નામો પણ મંગાવી લીધા છે..
 ગુજરાતમાં ભાજપે નેતાઓના સંતાનો, સગા એટલે કે સાંસદો અને ધારાસભ્‍યોના બદલે તેમના પરિવારને કોઇને ટીકીટ નહીં આપવાના માપદંડ જાહેર કર્યા છે, તો બીજી બાજુ મહિલા કાર્ડ ઉતારવાની પણ તૈયારી છે ભાજપ દ્વારા આ અંગે જે મહિલાઓએ દાવેદારી કરી છે તેના કરતા પણ અન્‍ય મહિલાઓના નામ પર પણ વિચારણા કરી હતી અને તે મુજબ આગામી દિવસોમાં ટીકીટની ફાળવણી થાય તેવી શકયતા છે
 ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામા સાથે જ હવે ઉમેદવારીનો પ્રારંભ થતા જ આ અઠવાડિયામા જ તમામ પક્ષોના ઉમેદવારો જાહેર થઇ જશે તેવા સંકેત છે. કોંગ્રેસ પક્ષે તેની પ્રથમ યાદીમાં ૩ સીટીંગ સહિત ૪૩ ધારાસભ્‍યોના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ પણ હવે તેના ઉમેદવારો અને મુખ્‍યમંત્રી ચહેરો જાહેર કરી દીધો છે તો ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ ૧૮૨ નામો પર ત્રણ દિવસ સુધી વિચારણા થયા બાદ હવે તખ્‍તો હાઇકમાન્‍ડમાં પહોંચ્‍યો છે.
 ગુજરાતમાંથી કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહની વિદાય બાદ તા. ૯ અને ૧૦ના બે દિવસ દિલ્‍હીમાં ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં ગુજરાતના નામોને આખરી મહોર મરાશે અને ત્‍યારબાદ ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ થશે. રાજ્‍યની અનેક વિધાસભા બેઠકો પર ભાજપ માટે ઉમેદવારોની પસંદગી અત્‍યંત ટફ હશે તે પણ સંકેત છેલ્લા બે દિવસમાં જે રીતે પક્ષમાં દાવેદારી થઇ તેમાં મળી ગયા છે.
 ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠકના અંત બાદ મુખ્‍યમંત્રી આવાસે પણ સતત બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો અને તેમાં ચૂંટણી સમિતિની બેઠકમાં જે નામોની યાદી ટૂંકાવાય હતી તેમાં દિલ્‍હી માટે આખરી ત્રણ નામોની પેનલ નિヘીત કરવામાં આવી છે. પક્ષના સુત્રોએ જણાવ્‍યું કે ૨૦૧૭માં ૯૯ બેઠકના વિજય બાદ જે સરકાર બની હતી તેના ૫૦ ટકાથી વધુ મંત્રીઓની ટીકીટ કાપવામાં આવી છે અને ફ્‌ક્‍ત ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારોને જ પસંદ કરવામાં આવી શકે છે.

 

(3:31 pm IST)