Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

કેશરપુરાના ૬ યુવાનોના વાત્રકમાં ડૂબી જવાથી મૃત્યુ

ગણેશોત્સવનો ઉત્સાહ શોકમાં ફેરવાયોઃ છ અર્થી સાથે ઉઠતા ગામ બંધ

મોડાસાઃ ધનસુરા પંથકના કેશરપુરા ગામે ગઇ કાલેુ ગણેશ વિસર્જન વખતે વાત્રક નદીમાં ડૂબી જવાથી છ યુવાનોના મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો હતો. આજે તમામ મૃતકોની એક સાથે અર્થી ઉઠતા ભારે ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.  હૈયાફાટ રૃદન વચ્ચે  ગમગીની પ્રસરી ગઇ હતી. છ યુવાનોના મૃત્યુ સંદર્ભે ગામે સજજડ બંધ પાળ્યો હતો. નાના ગામના છ યુવાનોની એકાએક વિદાયથી કોણ કોને સાંત્વના આપે તે સમજાતું ન હતુ.

ગ્રામજનો ખડોલ ગામ નજીક પસાર થતી વાત્રક નદીમાં ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે ઉમંગ-ઉલ્લાસ સાથે  પહોંચ્યા હતા. ૭ યુવકો વાત્રક નદીના વહેણમા તણાતા એક યુવકને સ્થાનીકોએ બચાવી લીધો હતો. અને છ યુવકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. અને મૃત્યુ પામ્યા હતા. એનડીઆરએફની ટીમે  એક યુવકનો મૃતદેહ બહાર કાઢતા તમામ મૃતદેહને ધનસુરા સરકારી દવાખાને પીએમ માટે ખસેડી શનિવારે ૬ યુવકોના મૃતદેહને અંંતિમક્રિયા માટે  ગામમા લાવતા પરિવારજનોના હૈયાફાટ રૃદનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:59 am IST)