Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

અનુસૂચિત જાતિના નવા ચેરમેન તરીકે તરુણ વાઘેલાની વરણી: કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક

દલિતો પર વધી રહેલા અત્યાચાર સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નૌશાદ સોલંકીનો અનુસૂચિત જાતિના ચેરમેન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. આ સ્થાન પર તરુણ વાઘેલાને અનુસૂચિત જાતિના નવા ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોએ વાજતે ગાજતે નવા ચેરમેનનું સ્વાગત કર્યું હતું.ચેરમેનની વરણી બાદ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

  આ બેઠકમાં અનુસૂચિત જાતિના કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા. દેશમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા કરવામાં આવી. અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય નેતાએ આરએસએસને આડે હાથે લીધી હતી. આરએસએસની વિચારધારા અને તેમની કરણીને લઈને દલિતો હેરાન થઇ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

 
(1:00 am IST)