Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રાજ્ય પોલીસ બેડામાં આગામી સપ્તાહમાં મોટા ફેરફારની વકી

લાંબા સમયથી ફેરફાર માટે જોવાતી રાહ : અમદાવાાદ, વડોદરા અને સુરતને નવા પોલીસ વડા મળશે :

 અમદાવાદ, તા. ૮ :  ગુજરાતમાં આગામી સપ્તાહે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ આઈપીએસ અધિકારીઓની ટ્રાન્સફરની શક્યતા છે. પોલીસ તંત્રમાં નવા ચીફ તેમ જ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરમાં નવા પોલીસ કમિશ્નર મળવાની સંભાવના છે.જો કે પોલીસ તંત્રમાં મહત્વના ફેરફાર કરતા પહેલાં સરકારે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (ડીપીસી) સાથે મીટિંગ કરી હતી અને ૧૯૮૬ અને ૧૯૮૭ બૅચના આઈપીએસ અધિકારીઓને એડિશનલ ડીજી કક્ષાથી ડીજીકક્ષાએ પ્રમોશન આપવાનું મનાય છે. ડીજી કક્ષાની કેટલીક જગ્યાઓ પહેલેથી જ ખાલી છે. શિવાનંદ ઝાના એકસ્ટેન્ડ કરાયેલા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે ડીજી એ.કે સુરોલિયા અને એટીએસ ચીફ પણ ચાલુ વર્ષના મે મહિનામાં નિવૃત્ત થયા છે.

               સૂત્રો અનુસાર ટ્રાન્સફર ઓર્ડર એસપી રૅક્ન અધિકારીઓને ડીઆઈજી અને એડિશનલ ડીજીકક્ષાથી ડીજી ના પ્રમોશનની સાથે જ ઈશ્યૂ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ડીજી કક્ષાએ પ્રમોટ કરવાની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં ૧૯૮૬ બૅચના કેશવ કુમાર, વિનોદ મલ છે અને સંજય શ્રીવાસ્તવ જે ૧૯૮૭ બૅચના ગુજરાત કૅડરના આઈપીએસ  અધિકારી છે જે હાલમાં સાઆઈડી (ક્રાઈમ)માં ઍડિશનલ ડીઆઈજી તરીકે ફરજ બજાવે છે. ૧૯૮૭ બૅચના કે કે ઓઝાને પણ ડીજી કક્ષાએ પ્રમોટ કરાશે તેવી માહિતી મળી રહી છે.  અન્ય એક ૧૯૮૬ બૅચના આઈપીએસ અધિકારી અને હાલમાં કેન્દ્રમાં પોસ્ટિંગ છે તેવા સતીષ વર્માને પ્રમોશન મળવાની સંભાવના દેખાઈ નથી રહી. જેનું મુખ્ય કારણ એક જૂના કેસમાં તેમના પર ચાર્જશીટ છે અને તેમની સામે બહુચર્ચિત ફેક ઈશરત જહાં ઍક્નાઉન્ટર અને અન્ય કેસમાં તપાસ પણ થઈ હોવાથી તેઓ સરકારની ગુડ બુકમાં પણ નથી. જો અંદરના ટોચના સૂત્રોનું

(10:27 pm IST)