Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

વડોદરાનો અનોખો કિસ્સો:પ્રેમીને ધંધામાં ખોટ જતા પ્રેમિકાએ પોતાના જ ઘરે ચોરી કરવા કહ્યું

વડોદરા:નવાપુરા વિસ્તારમાં જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં થયેલી ૧૬.૨૫ લાખની  ચોરીના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના બે  ચોરને નવાપુરા પોલીસે ઝડપી પાડી ૧૫.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નવાપુરા વિસ્તારમાં એક ઘરમાંથી ચોર ટોળકી ૩૫ તોલાના સોનાના દાગીના અને રોકડા ૩૦ હજાર મળીને કુલ  રૃપિયા ૧૬.૨૫ લાખનીમત્તા ચોરી ગઈ હતી. જે અંગે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ કેસની  તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે મકાન માલિકની ૧૦ વર્ષની પુત્રીને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર ટાઉનમાં નહેરૃ કોલોનીમાં રહેતા સમુદરસીંગ ઉર્ફે કુવર મદનસીંગ રાવ (ઉ.વ.૨૩) સાથે પ્રેમસબંધ હતો. અને સમુંદરને ધંધામાં ખોટ જતાં તેને પ્રેમિકા પાસે મદદ માંગી હતી. જેથી પ્રેમિકાએ  જ ટીપ આપી હતી કે મારા ઘરમાં સોનાના દાગીના છે.  આરોપી સમુંદરસીંગ પ્રેમિકાના ઘેર આવતો જતો હોઈ તેણે સિફતપૂર્વક પ્રેમિકાના ઘરમાંથી જ   સોનાના ૩૫ તોલાના દાગીના અને રોકડા ૩૦ હજાર રૃપિયા મળી ૧૬.૨૫ લાખની ચોરી કરી હતી.

(5:52 pm IST)