Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

બે પ્રકારના ઇંજેકશન મર્યાદિત જથ્થામાં જ ઉપલબ્ધ છે વિવેક પૂર્ણ ઉપયોગ કરજો

ટોસીલીઝુમાબ અને રેમડેસીવીર બાબતે ડોકટરોને ઔષધ તંત્રની કમિશનરની અપીલ

ગાંધીનગર,તા.૮ : પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ-૧૯નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સંક્રમિત દર્દીઓની સારવારની બાબત પણ ખુબ જ મહત્વની બની રહે છે.ICMR નીમાર્ગદર્શીકા મુજબ Mild,Moderate  Severe એમ ત્રણ વર્ગિકૃત સ્થિતિમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ સારવારના ભાગરૂપે Investigational Therapy  પણ દર્શાવવામાં આવે છે. તાજેતરમાં   Tocilizumab Injection  અને Remdesivir Injection નો સમાવેશ કરવામાં આવ્યો છે.

Moderate Condition માં ઓકિસજનની જરૂરીયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતીમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં  Tocilizumab Injection અને Moderate Conditionમાં ઓકિસજન ઉપર હોય તેવા કેસમાં Remdesivir Injection સુચિત કરવામાં આવેલ છે.આ દવાઓ પૈકી Tocilizumab Injection વિદેશથી આયાત કરવામાં આવે છે તેમજ Remdesivir Injectionના ઉત્પાદનની હાલમાં જ મંજુરી મળેલી છે. આ બન્ને દવાઓ મર્યાદીત જથ્થામાં જ બજારમાં ઉપલબ્ધ હોય આ દવાઓનો ICMRની માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ વિવેકપુર્ણ ઉપયોગ થાય અને જરૂરીયાત વાળા દર્દીઓને તેનો લાભ મળે તે ઇચ્છનીય છે આથી આ અંગે તજજ્ઞ તબીબોને તે મુજબ પ્રિસ્ક્રાઇબ કરવા રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી.કોશિયાએ  અપીલ કરી છે.

(3:48 pm IST)