Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દમણમાં પોલીસે ગૂમ બાળકીને શોધતા ચોંકાવનારી વિગતો ખુલી : સાવકી પુત્રી પર પિતાનું એક વર્ષથી દુષ્કર્મ : નરાધમની ધરપકડ

સાવકા પિતાના ત્રાસથી સગીરા ભાગેલી : નરાધમને ચાર દિવસના રિમાન્ડ મંજુર

વલસાડ : નાની દમણમાં પોલીસે ગુમ બાળકીને શોધી કાઢતા જે હકીકત બહાર આવી હતી એ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સગીરા સાથે તેમનો જ સાવકો પિતા છેલ્લા એક વર્ષથી જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધતો હતો. દમણ પોલીસે આરોપી સાવકા પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.તેમનો જ સાવકો પિતા છેલ્લા એક વર્ષથી શારીરિક સંબંધ બાંધતો હતો

  .નાની દમણના ખાટકીવાડમાં રહેતા મૂળ બંગાળના ઇન્સાન ખાન  અને તેમની પત્ની ચારેક દિવસ અગાઉ તેમની સગીર પુત્રી ગુમ થવા બાબતે પોલીસ ફરિયાદ કરવા આવ્યા હતા. પીઆઇ શોહિલ જીવાણીએ ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.

 આ દરમિયાન બાળકી દમણમાંથી જ મળી આવી હતી. પોલીસ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સાવકા પિતાના ત્રાસથી સગીરા અગાઉ પણ ઘર છોડીને ભાગી ગઇ હતી. જોકે, સગીરાને શોધી કાઢ્યા બાદ ફરી સાવકા પિતા સુધરવાના બદલે તેમની સાથે દુષ્કર્મ કરવાનું ચાલુ જ રાખ્યું હતું.

(12:17 pm IST)